કોમ્પ્યુટરનાં ઉપયોગો


        

        કોમ્પ્યુટરનો ઉપયોગ ઘણી જગ્યે તેમજ ઘણા ક્ષેત્રે થઇ રહ્યો છે. આજના જમાનામા કોમ્પ્યુટર એ રોજીંદા જીવનની જરૂરીયાત બની રહી છે. લગભગ બધા જ ક્ષેત્રે આજે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે જેવા કે શિક્ષણ ક્ષેત્રે, બેંકીંગ ક્ષેત્રે, સુરક્ષા ક્ષેત્રે, ઉધોગ ક્ષેત્રે, મેડીકલ ક્ષેત્રે, સંચાર ક્ષેત્રે,સંદેશા વ્યવહાર ક્ષેત્રે, તેમજ વૈજ્ઞાનિક સંસોધન ક્ષેત્રે.

1)      શિક્ષણ ક્ષેત્રે : 

        
            શિક્ષણ ક્ષેત્રે આજે ઇંટરનેટના માધ્યમથી શિક્ષકની વર્ગમાં હાજર રેહવા વગર પણ ભણાવી શકે છે. વિધાર્થીઓ આજે કોઇ પણ વિષયનું જ્ઞાન ઇંટરનેટના માધ્યમથી ઘર બેઠા પ્રાપ્ત કરી શકે છે. સ્માર્ટ ક્લાસરૂમો પણ બની ચુક્યા છે જ્યાં વિધાર્થીઓ દુનીયાભરનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.

2)      બેંકીંગ ક્ષેત્રે :
        

            બેંકોમાં આજે મોટે ભાગે બધા કમો ઓનલાઇન થઇ ગયા છે જેનાથી બેંકના કર્મચારીઓએ રજીસ્ટરો કે ખાતાવહી નીભાવવાની જરૂર પડતી નથી. પૈસા ઉપાડવા અને પૈસા ભરવા માટે પણ હવે મશીન આવી ગયા છે.

3)      સુરક્ષા ક્ષેત્રે : 


             સુરક્ષા ક્ષેત્રે આજે ઘણા બધા ઉપકરણોમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. અત્યારની આધુનીક ટેંક, લડાકૂ વિમાનો કે જહાજોમાં પણ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.

4)      ઉધોગ ક્ષેત્રે :


            ઉધોગોમા હવે બધા મશીનો ઓટોમેટીક થઇ ગયા છે જેથી ઉધોગ ક્ષેત્રે હવે મજૂરોની વધારે જરૂર પડતી નથી. મશીનોને માત્ર સુચના આપવાની જરૂર પડે છે બાકી કામ મશીનો જાતે જ કરી લે છે. જેથી ઉધોગમાં કામ ઝડપી તેમજ ચોક્ક્સાઇથી થાય છે.

5)      મેડીકલ ક્ષેત્રે : 


            રોગોનું નિદાન કરવા તેમજ નિરાકરણ કરવા માટે આજે મેડીકલ ક્ષેત્રે આજે ઘાણા બધા મશીનો આવ્યા છે જેમા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કોમ્પ્યુટરમાં ચોક્ક્સાઇ હોવાને કારણે હોસ્પિટલોમાં મ્રુત્યુ થાવાનો ભય ઓછો થયો છે.
6)      સંદેશા વ્યવહાર ક્ષેત્રે : 
            

            આજના જમાનામાં મોબાઇલ,ઇંટરટેટ તેમજ ઇ-મેઇલનો ઉપયોગ થાય છે જે ખુબ જ ઝડપી છે. જેથી દુનીયાના કોઇ પણ ખૂણામાં સંદેશા મોકલવા સરળ બન્યા છે. તેમજ એકબીજાનો સંપર્ક સાધવો સરળ બન્યો છે.
7)      વૈજ્ઞાનિક સંસોધન ક્ષેત્રે : 


            સંસોધન કેંદ્ર તેમજ પ્રયોગશાળામા સંસોધનની ચકાસણી કરવી તેમજ તેના પરિણામોને સંગ્રહ કરવા અને અગાઉ સંગ્રહ કરેલા પરિણામોને ફરીથી ઉપયોગમા લેવા તેમજ તેના પરથી જરૂરી તારણો કાઢવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

કોમ્પ્યુટર ના ભાગો

  કોમ્પ્યુટરના ભાગો કોમ્પ્યુટરના ભાગો નીચે પ્રમાણે અલગ પાડી શકાય છે. ઈન્પુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ સીપીયુ (CPU-Centaral Processing...