કોમ્પ્યુટરના પ્રકાર

કોમ્પ્યુટરના પ્રકાર

કોમ્પ્યુટરના મુખ્ય બે પ્રકાર હોય છે જે નીચે મુજબ છે. 

       

  1.            કાર્ય પધ્ધતીને આધારે
  2.        આકારના આધારે


       

 

એનાલોગ કોમ્પ્યુટર

    એનાલોગ કોમ્પ્યુટરની શોધ સર વિલિયમ થોમસન દ્વારા ભરતીઓની આગાહી માપવા માટે કરવામાં આવી હતી. જે માપ (જેવા કે પાણીનો પ્રવાહ, ઇલેક્ટ્રીસીટી)  પરથી જવાબ તૈયાર કરે છે જેથી તેને એનાલોગ કોમ્પ્યુટર કહેવામા આવે છે. આ કોમ્પ્યુટરમાં ગણતરી સમાંતર થતી હોવાથી તેની ઝડપ વધારે હોય છે, પરંતુ તેનું પરિણામ સચોટ કે ચોક્કસ હોતું નથી.

   ઉદાહરણ તરીકે  સ્પીડો મીટર : કાર કે બસ જેવા વાહનોની સ્પીડ માપવા માટે, સિસ્મોગ્રાફી : ભુકંપની તીવ્રતા માપવા માટે

 

ડિજિટલ કોમ્પ્યુટર

   ડિજિટલ કોમ્પ્યુટરમાં ગણતરી અંકમા થાય છે જેથી તેને ડિજિટલ કોમ્પ્યુટ કેહવામાં આવે છે. આ કોમ્પ્યુટરમાં ઇનપુટ અને આઉટપુટ બાઇનરી સંખ્યા(૦ અને ૧) માં કામ કરે છે. આ કોમ્પ્યુટર બધા ડેટા ઇનપુટ તરીકે લઈ એના પર ગણતરી કરી તેનુ પરીણામ સ્ક્રીન પર બતાવે છે. આ કોમ્પ્યુટરમાં ગણતરી સરીઝમાં થતી હોવાથી તે ઝડપી હોય છે, અને તેનું પરિણામ સચોટ કે ચોક્કસ હોય છે.

   ઉદાહરણ તરીકે ડિજિટલ ઘડીયાડ, કેલ્ક્યુલેટર, ડેસ્ક્ટોપ કોમ્પ્યુટર, મોબાઇલ,વગેરે.

 

હાઇબ્રિડ કોમ્પ્યુટર

   જે કોમ્પ્યુટરમાં એનાલોગ અને ડિજિટલ બન્ને કોમ્પ્યુટરનો સમાવેસ કે ઉપયોગ થતો હોય તેને હાયબ્રીડ કોમ્પ્યુટર કેહેવામાં આવે છે.

   ઉદાહરણ તરીકે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાનું મશીન જેમા કેટલું પેટ્રોલ ભરાયુ એ પણ મપાય છે જે એનાલોગ છે અને તેના પરથી ગણતરી કરી કેટલા રૂપીયા થયા એ પણ બતાવે છે જે ડિજિટલ કોમ્પ્યુટર કરે છે.

 

માઇક્રો કોમ્પ્યુટર

   માઇક્રો કોમ્પ્યુટર આકારનમાં નાના હોય છે. જે એક ટેબલ પર પણ મુકી શકાય છે. આવા કોમ્પ્યુટરનો ઉપયોગ વ્યક્તિગત કામ માટે થતો હોવાથી તેને પર્સનલ કોમ્પ્યુટર પણ કેહવામા આવે છે. માઇક્રો કોમ્પ્યુટર એ ડિજિટલ કોમ્પ્યુટર છે જેમા માઇક્રોપ્રોસેસર હોય છે.

   ઉદાહરણ તરીકે ડેસ્ક્ટોપ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, સ્માર્ટ ફોન, વગેરે.

 

મીની કોમ્પ્યુટર

   મીની કોમ્પ્યુટરનો આકર માઇક્રો કોમ્પ્યુટર કરતા મોટા અને મેઇનફ્રેમ કરતા નાના હોય છે. અને આ કોમ્પ્યુટરની કિંમત માઇક્રો કોમ્પ્યુટરથી વધારે હોય છે. તેમજ તેની પ્રોસેસ ક્ષમતા માઇક્રો કોમ્પ્યુટરની તુલનામા વધુ હોય છે.

   આ કોમ્પ્યુટર પર એક કરતા વધારે વ્યક્તિ કામ કરી શકે છે તેથી તેને સર્વર તરીકે પણ ઉપયોગ માં  લેવામાં આવતું હતું.

 

મેઈનફ્રેમ કોમ્પ્યુટર

   મેઈનફ્રેમ કોમ્પ્યુટરનો આકાર ઘણો મોટો હોય છે. જેનો ઉપયોગ મોટી-મોટી સંસ્થાઓમાં ઘણા મોટા પ્રમાણમાં ડેટા (માહિતી) સ્ટોર કરવા અને તેને ઉપયોગમાં લેવા માટે થાય છે. તેની ક્ષમતા બીજા કોમ્પ્યુટરના પ્રકાર કરતાં વધુ છે.

   ઉદાહરણ તરીકે IBM zSeries, System z9  અને System z10 server

 

સુપર કોમ્પ્યુટર

   સુપર કોમ્પ્યુટર એ સામાન્ય કોમ્પ્યુટર કરતાં હજારો ઘણું ઝડપી કામ કરે છે જેથી તેને સુપર કોમ્પ્યુટર કહેવામા આવે છે. સુપર કોમ્પ્યુટરમાં ઘણા પ્રોસેસર હોય છે જે પ્રતિ સેકંડ અરબોથી ખરબો સુધીની ગણત્રી કરી શકે છે. સુપર કોમ્પ્યુટરનું પરફોરમન્સ ફ્લોપ્સમાં ગણવામાં આવે છે.
સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ વૈજ્ઞાનિક તેમજ ઇંજીનિયરીંગના પ્રયોગ માટે થાય છે જે મોટા પ્રમાણ માં ડેટા તેમજ ગણતરીનો ઉપયોગ થાય છે.

   ઉદાહરણ તરીકે Summit, Sunway TaihuLight, પ્રત્યૂષ – Cray XC40

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

કોમ્પ્યુટર ના ભાગો

  કોમ્પ્યુટરના ભાગો કોમ્પ્યુટરના ભાગો નીચે પ્રમાણે અલગ પાડી શકાય છે. ઈન્પુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ સીપીયુ (CPU-Centaral Processing...