કોમ્પ્યુટરના ભાગો
કોમ્પ્યુટરના ભાગો નીચે પ્રમાણે અલગ પાડી શકાય છે.
- ઈન્પુટ ડિવાઇસ
- આઉટપુટ ડિવાઇસ
- સીપીયુ (CPU-Centaral Processing Unit)
- સ્ટોરજ ડિવાઇસ
1. ઈન્પુટ ડિવાઇસ
|
ઈન્પુટ ડિવાઇસ કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા
માટે ઉપયોગમાં લેવાય છે. જે કોમ્પુટરને પ્રોસેસ કરવા માટે કમાન્ડ આપે છે.
મુખ્ય ઈન્પુટ ડિવાઇસ નીચે પ્રમાણે હોય છે.
|
કીબોર્ડ :
|
|
કીબોર્ડ કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા
માટે ઉપયોગમાં લેવાય છે. જેમાં 104 કી(Key) આવેલી હોય છે જે અલગ–અલગ
પ્રકારની હોય છે જેવી કે લેટર કી(A-Z), નંબર કી (0-9), એરો કી,સ્પેશિયલ
કી, ફંકશન કી.
|
માઉસ :
|
|
માઉસ એ પોઈંટિંગ ડિવાઇસ છે. માઉસની મદદથી
કોમ્પ્યુટરમાં ઈન્પુટ આપી સકાય છે. માઉસમાં ત્રણ બટન હોય છે. ડાબુ બટન
(લેફ્ટ ક્લિક), જમણું બટન(રાઇટ ક્લિક), સ્ક્રોલ બટન. માઉસના બટન દબાવીને
કોમ્પુટરમાં ઈન્પુટ આપી શકાય છે.
|
સ્કેનર :
|
|
કસ્કેનરની મદદથી કાગડ(પેપર) નું લખાણ કે
ચિત્રને કોમ્પ્યુટરમાં લઈ શકાય છે. જેને સુધારી પણ શકાય છે અને તેની
પ્રિન્ટ પણ કાઢી શકાય છે.
|
2. આઉટપુટ ડિવાઇસ
|
આઉટપુટ ડિવાઇસ કમ્પ્યુટરના પ્રોસેસનું રિઝલ્ટ
બાતાવે છે એટલે કે કોમ્પ્યુટરમાં પ્રોસેસ થયેલ ડેટા(માહિતી) ને જોવા માટે
આઉટપુટ ડિવાઇસ ઉપયોગમાં લેવાય છે. મુખ્ય આઉટપુટ ડિવાઇસ નીચે પ્રમાણે હોય છે.
|
મોનિટર :
|
|
મોનિટર એ ટીવી જેવુ દેખાય છે. કીબોર્ડ કે
માઉસ થી આપવામાં આવેલ ઈન્પુટ મોનિટરમાં દેખાય છે જેમ કે કીબોર્ડથી કોઈ પણ
કી પ્રેસ કરીયે તો તે મોનિટરમાં દેખાય છે અને માઉસથી કઈ પણ દોર્યું હોય
તે પણ મોનિટરમાં દેખાય છે.
|
પ્રિન્ટર :
|
|
મોનીટર પર દેખાતા લખાણ કે ચિત્રને અથવા
કોમ્પ્યુટરમાં તૈયાર કરેલ માહિતીને કાગડ(પેપર) પર લેવા માટે પ્રિંટરનો
ઉપયોગ થાય છે.
|
સ્પીકર :
|
|
સ્પીકરની મડદથી કોમ્પ્યુટરમાથી અવાજ
(સાઉન્ડ) આવે છે. જે આપદે સાંભડી શકીએ છે. સ્પીકરની મદદથી ગીતો પણ સાંભડી
શકાય છે.
|
3. સીપીયુ (CPU-Centaral Processing Unit)
|
|
સીપીયુનું પુરૂ નામ સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે
જે કોમ્પ્યુટરનો મુખ્ય ભાગ છે તેમજ તેને કોમ્પ્યુટરનું મગજ પણ કહવામાં આવે
છે. સીપીયુમાં કોમ્પુટરના બધા હાર્ડવેર(કીબોર્ડ, માઉસ, પ્રિંટર, સ્પીકર,
વગેરે) જોડેલા હોય છે. જેનું કામ ઈન્પુટ ડિવાઇસ પરથી ઈન્પુટ લઈ તેના પર
પ્રોસેસ કરવાનું હોય છે અને તેનું પરિણામ આઉટપુટ ડિવાઇસને આપવાનું હોય છે.
|
4. સ્ટોરજ ડિવાઇસ
|
કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા માટે સ્ટોરજ
ડિવાઇસનો ઉપયોગ થાય છે. મુખ્ય સ્ટોરજ ડિવાઇસ નીચે પ્રમાણે હોય છે.
|
હાર્ડડિસ્ક :
|
|
હાર્ડડિસ્ક એ એક સ્ટોરેજ ડિવાઇસ છે જેમાં
ઘણી બધી માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે જેવી કે ટેક્સ્ટ ફાઇલ,
ઇમેજ(ચિત્રો) ફાઇલ, વિડિયો ફાઇલ, સોફ્ટવેર, વગેરે. હાર્ડડિસ્કમાં
કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે એક
પ્રકારનું સોફ્ટવેર જ હોય છે. કોમ્પ્યુટરની સાઇઝ મોટે ભાગે 160GB થી 1TB
કે 10TB સુધી જોવામાં આવે છે.
|
CD/DVD :
|
|
CD/DVD હાર્ડડિસ્કની જેમ માહિતીનો સંગ્રહ
કરવા માટે જ થાય છે પરંતુ તેની સાઇઝ હાર્ડડિસ્કના પ્રમાણમાં ઓછી હોય છે.
CDની સાઇઝ 700MB તેમજ DVDની સાઇઝ 4.7GB હોય છે. CD/DVD ની કિમ્મ્ત પેન
ડ્રાઇવના પ્રમાણમાં ઓછી હોય છે. તેમજ તેમ ડેટા કે માહીતી કાયમી માટે પણ
સંગ્રહી શકાય છે, જેથી તે માહીતી સંગ્રહ કરવા માટે બીજા ડિવાઇસ કરતાં
આદર્શ હોય છે.
|
પેન ડ્રાઇવ :
|
|
પેન ડ્રાઇવ પણ CD, DVD કે હાર્ડડિસ્કની જેમ
માહિતીનો સંગ્રહ કરવા માટે જ થાય છે પરંતુ તેની સાઇઝ CD/ડીવીડી થી વધારે
તેમજ હાર્ડડિસ્ક થી ઓછી હોય શકે છે. પેન ડ્રાઇવની સાઇઝ 2જીબી થી 64GB
સુધીની હોય શકે છે. પેન ડ્રાઇવ કોમ્પ્યુટરમાં USB પોર્ટમાં લાગવામાં આવે
છે.
|
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો