કોમ્પ્યુટર ના ભાગો

 

કોમ્પ્યુટરના ભાગો

કોમ્પ્યુટરના ભાગો નીચે પ્રમાણે અલગ પાડી શકાય છે.
  1. ઈન્પુટ ડિવાઇસ
  2. આઉટપુટ ડિવાઇસ
  3. સીપીયુ (CPU-Centaral Processing Unit)
  4. સ્ટોરજ ડિવાઇસ
    1. ઈન્પુટ ડિવાઇસ
        ઈન્પુટ ડિવાઇસ કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જે કોમ્પુટરને પ્રોસેસ કરવા માટે કમાન્ડ આપે છે. મુખ્ય ઈન્પુટ ડિવાઇસ નીચે પ્રમાણે હોય છે.
    કીબોર્ડ :
        કીબોર્ડ કોમ્પ્યુટરમાં માહિતી દાખલ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જેમાં 104 કી(Key) આવેલી હોય છે જે અલગ–અલગ પ્રકારની હોય છે જેવી કે લેટર કી(A-Z), નંબર કી (0-9), એરો કી,સ્પેશિયલ કી, ફંકશન કી.
    માઉસ :
        માઉસ એ પોઈંટિંગ ડિવાઇસ છે. માઉસની મદદથી કોમ્પ્યુટરમાં ઈન્પુટ આપી સકાય છે. માઉસમાં ત્રણ બટન હોય છે. ડાબુ બટન (લેફ્ટ ક્લિક), જમણું બટન(રાઇટ ક્લિક), સ્ક્રોલ બટન. માઉસના બટન દબાવીને કોમ્પુટરમાં ઈન્પુટ આપી શકાય છે.
    સ્કેનર :
        કસ્કેનરની મદદથી કાગડ(પેપર) નું લખાણ કે ચિત્રને કોમ્પ્યુટરમાં લઈ શકાય છે. જેને સુધારી પણ શકાય છે અને તેની પ્રિન્ટ પણ કાઢી શકાય છે.
    2. આઉટપુટ ડિવાઇસ
        આઉટપુટ ડિવાઇસ કમ્પ્યુટરના પ્રોસેસનું રિઝલ્ટ બાતાવે છે એટલે કે કોમ્પ્યુટરમાં પ્રોસેસ થયેલ ડેટા(માહિતી) ને જોવા માટે આઉટપુટ ડિવાઇસ ઉપયોગમાં લેવાય છે. મુખ્ય આઉટપુટ ડિવાઇસ નીચે પ્રમાણે હોય છે.
    મોનિટર :
        મોનિટર એ ટીવી જેવુ દેખાય છે. કીબોર્ડ કે માઉસ થી આપવામાં આવેલ ઈન્પુટ મોનિટરમાં દેખાય છે જેમ કે કીબોર્ડથી કોઈ પણ કી પ્રેસ કરીયે તો તે મોનિટરમાં દેખાય છે અને માઉસથી કઈ પણ દોર્યું હોય તે પણ મોનિટરમાં દેખાય છે.
    પ્રિન્ટર :
        મોનીટર પર દેખાતા લખાણ કે ચિત્રને અથવા કોમ્પ્યુટરમાં તૈયાર કરેલ માહિતીને કાગડ(પેપર) પર લેવા માટે પ્રિંટરનો ઉપયોગ થાય છે.
    સ્પીકર :
        સ્પીકરની મડદથી કોમ્પ્યુટરમાથી અવાજ (સાઉન્ડ) આવે છે. જે આપદે સાંભડી શકીએ છે. સ્પીકરની મદદથી ગીતો પણ સાંભડી શકાય છે.
    3. સીપીયુ (CPU-Centaral Processing Unit)
        સીપીયુનું પુરૂ નામ સેંટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે જે કોમ્પ્યુટરનો મુખ્ય ભાગ છે તેમજ તેને કોમ્પ્યુટરનું મગજ પણ કહવામાં આવે છે. સીપીયુમાં કોમ્પુટરના બધા હાર્ડવેર(કીબોર્ડ, માઉસ, પ્રિંટર, સ્પીકર, વગેરે) જોડેલા હોય છે. જેનું કામ ઈન્પુટ ડિવાઇસ પરથી ઈન્પુટ લઈ તેના પર પ્રોસેસ કરવાનું હોય છે અને તેનું પરિણામ આઉટપુટ ડિવાઇસને આપવાનું હોય છે.
    4. સ્ટોરજ ડિવાઇસ
        કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ કરવા માટે સ્ટોરજ ડિવાઇસનો ઉપયોગ થાય છે. મુખ્ય સ્ટોરજ ડિવાઇસ નીચે પ્રમાણે હોય છે.
    હાર્ડડિસ્ક :
        હાર્ડડિસ્ક એ એક સ્ટોરેજ ડિવાઇસ છે જેમાં ઘણી બધી માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે જેવી કે ટેક્સ્ટ ફાઇલ, ઇમેજ(ચિત્રો) ફાઇલ, વિડિયો ફાઇલ, સોફ્ટવેર, વગેરે. હાર્ડડિસ્કમાં કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવે છે જે એક પ્રકારનું સોફ્ટવેર જ હોય છે. કોમ્પ્યુટરની સાઇઝ મોટે ભાગે 160GB થી 1TB કે 10TB સુધી જોવામાં આવે છે.
    CD/DVD :
        CD/DVD હાર્ડડિસ્કની જેમ માહિતીનો સંગ્રહ કરવા માટે જ થાય છે પરંતુ તેની સાઇઝ હાર્ડડિસ્કના પ્રમાણમાં ઓછી હોય છે. CDની સાઇઝ 700MB તેમજ DVDની સાઇઝ 4.7GB હોય છે. CD/DVD ની કિમ્મ્ત પેન ડ્રાઇવના પ્રમાણમાં ઓછી હોય છે. તેમજ તેમ ડેટા કે માહીતી કાયમી માટે પણ સંગ્રહી શકાય છે, જેથી તે માહીતી સંગ્રહ કરવા માટે બીજા ડિવાઇસ કરતાં આદર્શ હોય છે.
    પેન ડ્રાઇવ :
        પેન ડ્રાઇવ પણ CD, DVD કે હાર્ડડિસ્કની જેમ માહિતીનો સંગ્રહ કરવા માટે જ થાય છે પરંતુ તેની સાઇઝ CD/ડીવીડી થી વધારે તેમજ હાર્ડડિસ્ક થી ઓછી હોય શકે છે. પેન ડ્રાઇવની સાઇઝ 2જીબી થી 64GB સુધીની હોય શકે છે. પેન ડ્રાઇવ કોમ્પ્યુટરમાં USB પોર્ટમાં લાગવામાં આવે છે.

કોમ્પ્યુટરના પ્રકાર

કોમ્પ્યુટરના પ્રકાર

કોમ્પ્યુટરના મુખ્ય બે પ્રકાર હોય છે જે નીચે મુજબ છે. 

       

  1.            કાર્ય પધ્ધતીને આધારે
  2.        આકારના આધારે


       

 

એનાલોગ કોમ્પ્યુટર

    એનાલોગ કોમ્પ્યુટરની શોધ સર વિલિયમ થોમસન દ્વારા ભરતીઓની આગાહી માપવા માટે કરવામાં આવી હતી. જે માપ (જેવા કે પાણીનો પ્રવાહ, ઇલેક્ટ્રીસીટી)  પરથી જવાબ તૈયાર કરે છે જેથી તેને એનાલોગ કોમ્પ્યુટર કહેવામા આવે છે. આ કોમ્પ્યુટરમાં ગણતરી સમાંતર થતી હોવાથી તેની ઝડપ વધારે હોય છે, પરંતુ તેનું પરિણામ સચોટ કે ચોક્કસ હોતું નથી.

   ઉદાહરણ તરીકે  સ્પીડો મીટર : કાર કે બસ જેવા વાહનોની સ્પીડ માપવા માટે, સિસ્મોગ્રાફી : ભુકંપની તીવ્રતા માપવા માટે

 

ડિજિટલ કોમ્પ્યુટર

   ડિજિટલ કોમ્પ્યુટરમાં ગણતરી અંકમા થાય છે જેથી તેને ડિજિટલ કોમ્પ્યુટ કેહવામાં આવે છે. આ કોમ્પ્યુટરમાં ઇનપુટ અને આઉટપુટ બાઇનરી સંખ્યા(૦ અને ૧) માં કામ કરે છે. આ કોમ્પ્યુટર બધા ડેટા ઇનપુટ તરીકે લઈ એના પર ગણતરી કરી તેનુ પરીણામ સ્ક્રીન પર બતાવે છે. આ કોમ્પ્યુટરમાં ગણતરી સરીઝમાં થતી હોવાથી તે ઝડપી હોય છે, અને તેનું પરિણામ સચોટ કે ચોક્કસ હોય છે.

   ઉદાહરણ તરીકે ડિજિટલ ઘડીયાડ, કેલ્ક્યુલેટર, ડેસ્ક્ટોપ કોમ્પ્યુટર, મોબાઇલ,વગેરે.

 

હાઇબ્રિડ કોમ્પ્યુટર

   જે કોમ્પ્યુટરમાં એનાલોગ અને ડિજિટલ બન્ને કોમ્પ્યુટરનો સમાવેસ કે ઉપયોગ થતો હોય તેને હાયબ્રીડ કોમ્પ્યુટર કેહેવામાં આવે છે.

   ઉદાહરણ તરીકે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવાનું મશીન જેમા કેટલું પેટ્રોલ ભરાયુ એ પણ મપાય છે જે એનાલોગ છે અને તેના પરથી ગણતરી કરી કેટલા રૂપીયા થયા એ પણ બતાવે છે જે ડિજિટલ કોમ્પ્યુટર કરે છે.

 

માઇક્રો કોમ્પ્યુટર

   માઇક્રો કોમ્પ્યુટર આકારનમાં નાના હોય છે. જે એક ટેબલ પર પણ મુકી શકાય છે. આવા કોમ્પ્યુટરનો ઉપયોગ વ્યક્તિગત કામ માટે થતો હોવાથી તેને પર્સનલ કોમ્પ્યુટર પણ કેહવામા આવે છે. માઇક્રો કોમ્પ્યુટર એ ડિજિટલ કોમ્પ્યુટર છે જેમા માઇક્રોપ્રોસેસર હોય છે.

   ઉદાહરણ તરીકે ડેસ્ક્ટોપ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ, સ્માર્ટ ફોન, વગેરે.

 

મીની કોમ્પ્યુટર

   મીની કોમ્પ્યુટરનો આકર માઇક્રો કોમ્પ્યુટર કરતા મોટા અને મેઇનફ્રેમ કરતા નાના હોય છે. અને આ કોમ્પ્યુટરની કિંમત માઇક્રો કોમ્પ્યુટરથી વધારે હોય છે. તેમજ તેની પ્રોસેસ ક્ષમતા માઇક્રો કોમ્પ્યુટરની તુલનામા વધુ હોય છે.

   આ કોમ્પ્યુટર પર એક કરતા વધારે વ્યક્તિ કામ કરી શકે છે તેથી તેને સર્વર તરીકે પણ ઉપયોગ માં  લેવામાં આવતું હતું.

 

મેઈનફ્રેમ કોમ્પ્યુટર

   મેઈનફ્રેમ કોમ્પ્યુટરનો આકાર ઘણો મોટો હોય છે. જેનો ઉપયોગ મોટી-મોટી સંસ્થાઓમાં ઘણા મોટા પ્રમાણમાં ડેટા (માહિતી) સ્ટોર કરવા અને તેને ઉપયોગમાં લેવા માટે થાય છે. તેની ક્ષમતા બીજા કોમ્પ્યુટરના પ્રકાર કરતાં વધુ છે.

   ઉદાહરણ તરીકે IBM zSeries, System z9  અને System z10 server

 

સુપર કોમ્પ્યુટર

   સુપર કોમ્પ્યુટર એ સામાન્ય કોમ્પ્યુટર કરતાં હજારો ઘણું ઝડપી કામ કરે છે જેથી તેને સુપર કોમ્પ્યુટર કહેવામા આવે છે. સુપર કોમ્પ્યુટરમાં ઘણા પ્રોસેસર હોય છે જે પ્રતિ સેકંડ અરબોથી ખરબો સુધીની ગણત્રી કરી શકે છે. સુપર કોમ્પ્યુટરનું પરફોરમન્સ ફ્લોપ્સમાં ગણવામાં આવે છે.
સુપર કોમ્પ્યુટરનો ઉપયોગ વૈજ્ઞાનિક તેમજ ઇંજીનિયરીંગના પ્રયોગ માટે થાય છે જે મોટા પ્રમાણ માં ડેટા તેમજ ગણતરીનો ઉપયોગ થાય છે.

   ઉદાહરણ તરીકે Summit, Sunway TaihuLight, પ્રત્યૂષ – Cray XC40

 

કોમ્પ્યુટરનો પરિચય

કોમ્પ્યુટર શું છે?
       કોમ્પ્યુટર એ એક ઇલેક્ટ્રોનીક મશીન છે જે માહિતીનો સંગ્રહ કરી શકે છે તેમજ સંગ્રહ કરેલી માહિતીને ફરી મેળવી પણ શકે છે. તેમજ આ માહિતી ઉપર તે કોઇ પણ પ્રક્રિયા ચોક્કસાઇપૂર્વક અને ઝડપથી કરી શકે છે.

કોમ્પ્યુટરનાં ઉપયોગો


        

        કોમ્પ્યુટરનો ઉપયોગ ઘણી જગ્યે તેમજ ઘણા ક્ષેત્રે થઇ રહ્યો છે. આજના જમાનામા કોમ્પ્યુટર એ રોજીંદા જીવનની જરૂરીયાત બની રહી છે. લગભગ બધા જ ક્ષેત્રે આજે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે જેવા કે શિક્ષણ ક્ષેત્રે, બેંકીંગ ક્ષેત્રે, સુરક્ષા ક્ષેત્રે, ઉધોગ ક્ષેત્રે, મેડીકલ ક્ષેત્રે, સંચાર ક્ષેત્રે,સંદેશા વ્યવહાર ક્ષેત્રે, તેમજ વૈજ્ઞાનિક સંસોધન ક્ષેત્રે.

કોમ્પ્યુટરની પેઢીઓ




    કોમ્પ્યુટરનો વિકાસ બીજા વિશ્વયુધ્ધ પછી ખૂબ ઝડપે થયો પણ તે અલગ અલગ તબક્કામાં થયો. આ તબક્કાને કોમ્પ્યુટર પેઢી તરીકે ઓળખવામાં આવે છે.

કોમ્પ્યુટર ના ભાગો

  કોમ્પ્યુટરના ભાગો કોમ્પ્યુટરના ભાગો નીચે પ્રમાણે અલગ પાડી શકાય છે. ઈન્પુટ ડિવાઇસ આઉટપુટ ડિવાઇસ સીપીયુ (CPU-Centaral Processing...